PM મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં ભાગ લેશે, જાપાની પીએમ શિંજો આબે સાથે પણ થઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. વ્લાદિવોસ્તોક ખાતે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં પીએમ મોદી સામેલ થશે.
વ્લાદિવોસ્તોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. વ્લાદિવોસ્તોક ખાતે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં પીએમ મોદી સામેલ થશે. બેઠક અગાઉ આજે પીએમ મોદીએ જાપાનના પીએમ શિંજો આબે સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ. એવું કહેવાય છે કે ભારત અને જાપાનના પીએમ વચ્ચે થયેલી વાતચીતમાં 5જી ટેક્નોલોજી, સંરક્ષણ અને વ્યાપાર પર ચર્ચા થઈ.
જાપાન ભારતમાં શરૂ થયો 2+2નો ફોર્મ્યુલા
વડાપ્રધાન મોદી અને જાપાની પીએમ શિંજો આબે વચ્ચે થયેલી મુલાકાતની જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે પીએમ મોદી અને આબે વચ્ચે અનેક મુદ્દે વાત થઈ. જાપાની પીએમ જલદી ભારતની મુલાકાતે આવશે. તેમના પ્રવાસને લઈને પણ વાત થઈ.
બંને નેતાઓ એ વાત પર સહમત થયા છે કે જલદી બંને દેશો વચ્ચે 2+2 મંત્રી લેવલની બેઠક થશે. જેમાં વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી સામેલ થશે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...